નવી દિલ્હી: કોરોના વાયરસના સતત વધતા કેસોના કારણે દેશમાં ચાલુ રહેલા લોકડાઉનને આગળ વધારવાના લઈને બધાની નજર પીએમ મોદી પર છે. શું પીએમ મોદી ફરીથી એકવાર 14મી એપ્રિલના રોજ દેશને સંબોધિત કરીને આ લોકડાઉન આગળ વધારવાની જાહેરાત કરશે કે પછી તે પહેલા જ આ અંગે કોઈ નિર્ણય સરકાર તરફથી લેવાઈ જશે. પીએમ મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી મહત્વની બેઠક છે. આ વાતચીત ખુબ જ મહત્વપૂર્ણ છે.
પોતાના જવાનોની શહાદતનો જબરદસ્ત બદલો લીધો ભારતીય સેનાએ, પાકિસ્તાનને ભારે નુકસાન
મળતી માહિતી મુજબ એક બાજુ એવું મંતવ્ય છે કે જ્યારે દેશમાં કોરોના પીડિતોની સંખ્યા ઓછી હતી ત્યારે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને હવે જ્યારે સંખ્યા 6700 પાર પહોંચી ગઈ છે. તો શું લોકડાઉનમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવી જોઈએ? ગત સપ્તાહથી કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થયો છે. આવામાં લોકડાઉનને ઓછામાં ઓછો 14 દિવસ માટે આગળ વધારવું જોઈએ. અનેક રાજ્યોની સરકારો પણ તેનું સમર્થન કરી રહી છે. ઓડિશાએ તો પોતાના રાજ્યમાં લોકડાઉનને 30 એપ્રિલ સુધી આગળ વધારી દીધુ. પંજાબમાં પણ સરકારે લોકડાઉન/કરફ્યૂ 1 મે સુધી આગળ વધાર્યા છે. આશા છે કે અન્ય રાજ્યની સરકારો પણ આ જ રીતે વર્તશે.
એક બીજા મંતવ્ય મુજબ આંકડા દર્શાવે છે કે દેશના લગભગ 400 જિલ્લા એવા છે જ્યાં કોરોના પ્રવેશ્યો નથી. તે જ રીતે ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં પણ કોરોનાના કેસ નથી. અથવા તો નહિવત છે. આવામાં એ જિલ્લાઓમાં કે રાજ્યોમાં આંતરિક રીતે લોકડાઉન હટાવવું કે નહીં?
શું ભારતમાં જીવલેણ કોરોના વાયરસનો 'જ્વાળામુખી' ફાટવાનો છે? ચોંકાવનારો રિપોર્ટ
તબલિગી જમાતની બેદરકારી ભારે પડી
સૂત્રોનું માનીએ તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં સરકાર લોકડાઉનના કારણે કોરોના વાયરસથી ફેલાતા ચેપને અટકાવવાના પહેલા ફેઝમાં સફળ રહી હતી પરંતુ તબલિગી જમાતની બેદરકારી ભારે પડી ગઈ. જમાતે 20થી વધુ રાજ્યોમાં કોરોનાને લઈને સરકાર માટે પડકારજનક સ્થિતિ ઊભી કરી છે. જમાતમાં ભાગ લેનારાઓને શોધવા અને તેમને અલગ થલગ કરવાની કોશિશો યુદ્ધસ્તરે ચાલુ છે. જેમાં મોટાભાગે સફળતા પણ મળી રહી છે. પરંતુ જમાતના અનેક લોકો હજુ પણ ગુમ છે. તેમને શોધવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. સરકારની ચિંતા છે કે જો તેમના પર સંપૂર્ણ રીતે લગામ ન લાગી તો સંકટ હજુ વધી શકે છે.
આ સ્થિતિઓને જોતા સરકાર માટે મોટો પડકાર એ છે કે જો 21 દિવસ બાદ 15 એપ્રિલના રોજ લોકડાઉન સમાપ્ત કરાયું તો આવા લોકોને કાબુમાં કેવી રીતે કરાશે? ક્યાંક લોકડાઉન ખતમ થયા બાદ એકાએક લોકો રસ્તાઓ પર ન નીકળી પડે.
પીએમ મોદીએ પણ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ બેઠકમાં કહ્યું હતું કે તમે બધા પોત પોતાના રાજ્યોમાં લોકડાઉન કેવી રીતે હટાવવું અને તેના પર પોતાના રાજ્યોની સ્થિતિના આધારે એક રિપોર્ટ તૈયાર કરીને મોકલો. સૂત્રોનું માનીએ તો રાજ્યો દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટ્સ, વિશેષજ્ઞોના રિપોર્ટ્સ, અનેક GoMના ફાઈન્ડિંગ અને કેન્દ્રીય મંત્રીઓના જિલ્લાના ડીએમ અને એસએસીપી સાથેની વાતચીતના ફીડબેકના આધારે કેન્દ્ર સરકાર લોકડાઉન અંગે નિર્ણય લેશે.
એવું તો નક્કી માનવામાં આવી રહ્યું છે કે તમામ રાજ્યોમાં કોરોના વાયરસના જે હોટસ્પોટ છે તેમને સીલ કરાયા છે. તેમને લોકડાઉનમાં જ રાખવામાં આવશે. આ ઉપરાંત દેશમાં જ્યાં પણ ભવિષ્યમાં લોકડાઉન હટાવવામાં આવશે ત્યાં પણ હાલાત સંપૂર્ણ રીતે સ્થિતિ કાબુ ન આવે ત્યાં સુધી કલમ 144 લાગુ કરવામાં આવી શકે છે.
જુઓ LIVE TV
કેટલાક પ્રતિબંધો રહેશે ચાલુ!
સૂત્રોનું માનીએ તો લોકડાઉન ખતમ થયા બાદ પણ તમામ આંતરરાજ્ય પરિવહન સિસ્ટમને એક સાથે ખોલવામાં આવશે નહીં. શાળા, કોલેજો, થિયેટરો, મેરેજ હોલ જેવી જગ્યાઓ પર પ્રતિબંધો કેટલાક સમય માટે ચાલુ રહી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રેલસેવા અને હવાઈ સેવાઓને 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવી શકે છે. જેમ સ્થિતિ સુધરશે તેમ તેમ સરકાર એક પછી એક આ સેવાઓને શરૂ કરશે.
જ્યારે પણ લોકડાઉન હટશે, તમામ રાજ્યોની સરાકારો પોત પોતાના રાજ્યોમાં સરકારી સંસ્થાનો અને પ્રાઈવેટ ક્ષેત્રોમાં કામ કરનારા સંસ્થાનોમાં રોસ્ટર ડ્યૂટી લગાવવાના આદેશ આપી શકે છે. એટલે કે શક્યતા છે કે 21 દિવસના લોકડાઉનને આગળ પણ થોડા દિવસ માટે ચાલુ રાખી શકવામાં આવે. આ ઉપરાંત લોકડાઉન જ્યારે પણ હટશે તેને તબક્કાવાર હટાવવામાં આવશે. પ્રતિબંધો સાથે જ હટાવવામાં આવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે